VIDEO: વડાલી માર્કેટમાં આવક ઘટતા કીચન બજેટ ખોરવાયું: ખેડૂતો ચિંતિત
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને કારણે ખેડૂતોના મોંઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શાકભાજીના હબ ગણાતા વડાલીના ભગીરથ શાકમાર્કેટમાં પાકને ભારે નુકસાન થવાથી આવક અડધાથી ઓછી થઈ ગઈ છે. ખેતરોમાં રોગચાળો અને ઓછો ઉતારો મળવાને કારણે શાકભાજીના ભાવોમાં જંગી વધારો થયો છે, જેનાથી ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું છે અને ખેડૂતો ચિંતિત બન્યા છે. હોલસેલ અને રિટેલ બજારમાં કોબીજ, ફુલાવર, દૂધી, મરચાં અને ટામેટાં સહિતના પાકો મોંઘા થયા છે. ખેડૂતોને એકર દીઠ પાકમાં મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે

