Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO/ Woman dies in accident on Himmatnagar-Ahmedabad highway

VIDEO/ હિંમતનગર-અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર પીપલોદી ગામ પાસે મહિલાનું વાહનની અડફેટે મોત થતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યું. મૃત મહિલાના પરિવારજનો અને મહિલાઓએ મૂર્તદેહ સાથે હાઈવે પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું છે. ગામની નજીકથી પસાર થતા હાઈવે પર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ રોડ ચક્કાજામ કરી દીધો છે. આ કારણે બંને તરફ ચારથી પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામી છે. બેફામ સ્પીડે દોડતા વાહનોને લઈ સ્થાનિકોમાં અકસ્માતનો ભય વધ્યો છે. અજાણ્યા વાહનચાલકે અકસ્માત કરી ફરાર થઈ ગયો છે. એ. ડિવિઝન પોલીસ સ્થાનિકોને સમજાવવાના પ્રયાસ કરી રહી છે.

App Store