Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Voting process was conducted today at Chitriya seat of Vijayanagar taluka panchayat of Sabarkantha district.

VIDEO: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન નીનામાનું બીમારીને કારણે અવસાન થતા આ બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. કુલ ૪,૯૬૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા ૬ મતદાન મથકો પર ૩૦ જેટલા અધિકારી-કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્ત સાથે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ બેઠકની મતગણતરી આગામી ૨૬ મેના રોજ વિજયનગર મામલતદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવશે.

App Store