VIDEO: સાબરકાંઠા જિલ્લામાં માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત, 43 કિલો પોશડોડાનો પાવડર જપ્ત કરાયો
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. શામળાજીથી હિંમતનગર તરફ આવતા ટ્રકમાંથી પોશડોડાનો પાવડર અને અફીણનો મોટો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે નવલપુર પાસે ટ્રકને રોકી તપાસ કરવામાં આવી. ચાલકના ખિસ્સામાંથી અફીણ મળી આવ્યું હતું, જ્યારે વાહનમાંથી 43 કિલો પોશડોડાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. આ પાવડરની કિંમત 6 લાખ 55 હજાર રૂપિયા છે. રાજસ્થાનના ભીનમાલના સતરારામ કાનાજી ચૌધરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 17 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

