Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Temperatures in Eid-ul-Fitr reaching 42 to 44 degrees affect public life, avoid leaving the house without work

VIDEO: ઈડરમાં 42 થી 44 ડિગ્રી ગરમીનો પારો પહોંચતા જનજીવન પર અસર, કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળો

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લો હાલ આકરી ગરમીમાં શેકાઈ રહ્યો છે. ખાસ કરીને ઈડરમાં છેલ્લા ચાર દિવસથી તાપમાન 42 થી 44 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઈડરીયા ગઢની વિશાળ શિલાઓ ગરમ થતાં તાપમાનમાં વધુ વધારો થઈ રહ્યો છે. બપોરના સમયે લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીને કારણે રોડ પર ડામર પણ પીગળી રહ્યા છે. બીજી તરફ અબોલ પશુ-પક્ષીઓની હાલત દયનીય બનતા જીવદયા સમિતિ દ્વારા ઈડર ગઢ પર પાણી અને ચણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હિંમતનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાતા વહીવટી તંત્રએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

App Store