VIDEO: વિજયનગર પોલો ફોરેસ્ટમાં ફસાયેલા 7 યુવાનોનું પોલીસે કર્યું રેસ્ક્યું
સોર્સ : GSTV
ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં વહેલી સવારે ફરવા ગયેલા સાત યુવાનો નદીની બીજી તરફ ફસાઈ ગયા હતા. વણજ ડેમમાંથી અચાનક પાણી છોડાતાં નદીનું જળસ્તર વધ્યું, જેના કારણે યુવાનો ફસાઈ ગયા. આ ઘટનાની જાણ વિજયનગર પોલીસને થતાં તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.પોલીસ ટીમે ચાર કિલોમીટરનું ડુંગરનું ચઢાણ કરીને નદીની બીજી તરફ પહોંચી અને સાતેય યુવાનોને સહી-સલામત બચાવી લીધા.

