Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Inflation hits the common people in Himmatnagar, this is the effect of the sudden increase in gas cylinder prices

VIDEO: હિંમતનગરમાં મોંઘવારીનો માર સામાન્ય જનતાના ગળા સુધી આવ્યો, ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તોતિંગ વધારાની છે આ અસર

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના વડા મથક હિંમતનગરમાં મોંઘવારીનો માર હવે સામાન્ય જનતાના ગળા સુધી આવી ગયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે શહેરના ટી-સ્ટોલ પર એક કપ ચાની કિંમત ₹20 સુધી પહોંચી ગઈ છે, જેના કારણે કીટલીઓ પર ગ્રાહકોની ભીડ ઓછી થઈ રહી છે.

App Store

માત્ર ચા જ નહીં, પરંતુ તેલ અને મસાલાના વધતા ભાવને લીધે મંચુરિયન, દાબેલી, પફ અને ખમણ જેવી ચીજવસ્તુઓમાં પણ ₹5 થી ₹10નો વધારો થયો છે. ટી-સ્ટોલ સંચાલક કુંદનસિંહ જોધા અને ગ્રાહક કપિલભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ચીજવસ્તુઓ મોંઘી થતા મધ્યમ વર્ગના ખિસ્સા પર બોજ વધ્યો છે, જ્યારે વેપારીઓ માટે જૂના ભાવે વેચાણ કરવું હવે અશક્ય બન્યું છે. આમ, સામાન્ય માણસની હમસફર ગણાતી ચા હવે મોંઘી મિરાત સમાન બની ગઈ છે.