VIDEO : સાબરકાંઠાના તલોદ-હિંમતનગર હાઈવે પર કાર - બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત
સોર્સ : GSTV
સાબરકાંઠા જિલ્લાના તલોદ-હિંમતનગર સ્ટેટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. મેકિનો ફેક્ટરી પાસે કાર અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકને ટક્કર માર્યા બાદ કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. મૃતકો તલોદના છત્રીસાથી હિંમતનગરના મેડીટીંબા તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

