VIDEO: 31 ડિસેમ્બરને લઈ ગુજરાત-રાજસ્થાનને જોડતી સરહદો પર પોલીસનો સઘન બંદોબસ્ત
સોર્સ : GSTV
VIDEO: 31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજસ્થાન-ગુજરાતને જોડતી સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દારૂ, ચરસ, ગાંજાની હેરાફેરીને રોકવા પોલીસ પ્રયાસ કરી કરી રહી છે. 31 ડિસેમ્બર પહેલા સાબરકાંઠા જિલ્લાની સરહદો પર ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
રાજસ્થાનની આવતા વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજસ્થાનની જોડતી રાણી બોર્ડર પર પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. દારૂ સહિતના કેફી દ્રવ્યો ગુજરાતમાં ન ઘુસાડાય આવી તમામ ગતિવિધિઓ પર પોલીસ તંત્ર સહિત ખાનગી એજન્સીઓ વોચ રાખી રહી છે. અનેકવાર રાજસ્થાનથી ગુજરાતમાં આવતા દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવતો હોય છે. જેથી પોલીસે સર્વેલન્સ ટીમો સહિત ખાનગી એજન્સીઓ એલર્ટ મોડમાં છે. 31 ડિસેમ્બર પહેલા પોલીસની કડક કામગીરી સામે બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.

