VIDEO/ હિંમતનગર-અમદાવાદ હાઈવે પર સલાલ પાસે હોટલ 'ગજાનન'માં ભીષણ આગ
સોર્સ : GSTV
હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર સલાલ પાસે આવેલી હોટલમાં વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગના કારણે હોટલમાં રાખેલો મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હોટલમાં અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકોની જાણ કરવા પર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા. ફાયર ટીમે સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે આગના કારણની તપાસ શરૂ કરી છે

