Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Video/ Fierce fire in a factory in Hathrol, Himmatnagar, bmd

Video/ હિંમતનગરના હાથરોલમાં ફેક્ટરીમાં ભીષણ આગ, કાબુ મેળવવા 5 લાખ લીટર ફોગનો કરાયો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિંમતનગર તાલુકાના હાથરોલ વિસ્તારમાં આવેલી લેધર સીટ કવર બનાવતી BMD નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ફાયર ફાઇટરોની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

App Store

7 કલાક સુધી ભારે પ્રયાસો

આ આગ પર કાબુ મેળવવા માટે અંદાજે 15 ફાયર ફાયરટરોની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે સતત 7 કલાક સુધી ભારે પ્રયાસો કરવામાં આવ્યા. આ દરમિયાન 4 લાખ લીટરથી વધુ પાણીનો મારો ચલાવાયો હતો તેમજ લગભગ 5 લાખ લીટર ફોગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફાયર બ્રિગેડ માટે મોટો પડકાર

ફેક્ટરીમાં બોયલર સહિતની ભારે મશીનરી હોવાને કારણે આગ પર કાબુ મેળવવો ફાયર બ્રિગેડ માટે મોટો પડકાર બન્યો હતો. એક એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી આ ફેક્ટરીનો મોટાભાગનો મુદામાલ ભીષણ આગમાં ભસ્મીભૂત થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોઈપણ જાનહાનિના સમાચાર નથી

સૌથી રાહતની વાત એ છે કે ફેક્ટરીમાં કામ કરતા 260 કરતા વધુ કામદારો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખી મામલતદાર, પ્રાંત અધિકારી, પંચાયતના અધિકારીઓ સહિતનો વહીવટી સ્ટાફ પણ ઘટના સ્થળે હાજર રહ્યો હતો.

આગ પર કાબુ મેળવવા માટે જીસીબી સહિતના ભારે સાધનોની પણ મદદ લેવામાં આવી હતી. સતત પ્રયાસોના અંતે આખરે રાત્રે ચાર વાગ્યાના સુમારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.