Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : 5-year-old child unconscious for 22 days after general surgery in Civil Hospital,

Video: Himmatnagarની સિવિલમાં સામાન્ય સર્જરી બાદ 5 વર્ષનો બાળક 22 દિવસથી બેભાન, બેદરકારીના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જેઠી મુવાડા ગામના પાંચ વર્ષીય બાળક હર્ષરાજસિંહ ઝાલાને ગુપ્તાંગના ભાગે એકદમ સામાન્ય સર્જરી (સરકમ સીઝર) માટે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ સામાન્ય ગણાતી સર્જરી બાળકના જીવન માટે ખતરો બની ગઈ છે. પરિવારનો આક્ષેપ છે કે સર્જરી બાદથી આજદિન સુધી એટલે કે છેલ્લા 22 દિવસથી બાળક બેભાન અવસ્થામાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે.

App Store

સામાન્ય સર્જરી 2 કલાક ચાલી, બાળક કોમામાં ગયું

પરિવારજનોના જણાવ્યા અનુસાર, હર્ષરાજસિંહને 9 તારીખે સર્જરી માટે લેવામાં આવ્યો હતો. સામાન્ય રીતે 15 થી 30 મિનિટમાં પૂરી થઈ જતી આ સર્જરી બે કલાકથી પણ વધુ સમય સુધી ચાલી હતી. સર્જરી બાદ બાળકની તબિયત અચાનક લથડી હતી, અને હસતું-રમતું બાળક બેભાન અવસ્થામાં સરી પડ્યું હતું.

બાળકના મામા, ભરતસિંહ ચૌહાણ અને માતા વસંતબા ઝાલાએ આક્ષેપ કર્યો છે કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય સર્જરી દરમિયાન તબીબોની ઘોર બેદરકારીને પગલે બાળક કોમા જેવી ગંભીર અવસ્થામાં પહોંચી ગયું છે. હાલમાં બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યું છે.

પરિવારમાં રોષ

સવાર-સાંજ માતાને 'મમ્મી' કહી પોકારતો નાનો દીકરો છેલ્લા 22 દિવસથી મરણ પથારીએ લડી રહ્યો છે. દીકરાની આ સ્થિતિ જોઈ માતા-પિતા, દાદા-દાદી સહિત સમગ્ર પરિવારમાં દુઃખ અને રોષની લાગણી ફેલાઈ છે.

બાળકની માતા વસંતબા ઝાલાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું કે, તેમના બે દીકરામાંથી એક દીકરો આજે તબીબોની ભૂલના કારણે વેન્ટિલેટર પર છે.

સિવિલ હોસ્પિટલના અધિક્ષકનો લૂલો બચાવ

સિવિલ હોસ્પિટલની આ લાપરવાહીના આક્ષેપો વચ્ચે હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક પરેશ સિલાદરિયાએ જવાબદાર તબીબોનો બચાવ કર્યો છે. અધિક્ષકે સ્વીકાર્યું કે બાળકની તબિયત સર્જરી પહેલા સ્વસ્થ હતી અને સર્જરી બાદ લથડી છે.  જોકે, પરિવારે આક્ષેપ કર્યો છે કે અધિક્ષક લાપરવાહી સામે કાર્યવાહી કરવાની બદલે જવાબદાર તબીબોને છાવરી રહ્યા છે. પરિવારે આરોગ્ય વિભાગમાં લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી બાળકના સ્વાસ્થ્ય મામલે કે જવાબદાર તબીબો સામે કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા નથી.

 ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન

છેલ્લા 22 દિવસથી જીવન-મરણનો જંગ લડી રહેલા હર્ષરાજસિંહની તબિયત લથડી રહી છે. જવાબદાર તબીબો સામે કાર્યવાહી ન થતાં અને ન્યાય ન મળતાં પરિવારે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોવું રહ્યું કે પરિવારની લેખિત રજૂઆતોને પગલે આરોગ્ય વિભાગ કેવા અને કયા પ્રકારના પગલાં ભરે છે.