Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: BJP suffers major blow in Idar assembly seat, 200 workers leave BJP and join Congress

VIDEO: ઈડર વિધાનસભા સીટ પર ભાજપને મોટો ફટકો, 200 કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

Timeછેલ્લું અપડેટ : 12 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 VIDEO: સાબરકાંઠા જિલ્લાની ઈડર વિધાનસભાની બેઠક પર ભાજપને આજે મોટો ફટકો પડયો છે. ઈડર પશ્ચિમ વિભાગના 200 જેટલા હોદ્દેદારો અને કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. રમણ વોરાની વાણી વિલાસ તેમજ અશોભનીય વર્તનને લઈ કાર્યકરો નારાજ હતા. જેથી કાર્યકરો ભાજપનો ભગવો છોડીને કોંગ્રેસનો પંજો ધારણ કરી લીધો છે. જેમાં પૂર્વ તાલુકા પંચાયત ઉમેદવાર સહિત સ્થાનિક આગેવાનો વિધિવત રીતે આજે રવિવારે સવારે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. 

App Store

ગત કેટલાક દિવસોથી રમણ વોરાનો વિવાદ ચાલી રહ્યો છે. રમણ વોરા સહિત પાર્ટીના હોદ્દેદારો સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધ મેસેજ કરી રહ્યા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ સોલંકીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજાયો હતો. રમણ વોરા સહિત ભાજપથી નારાજ કાર્યકરોએ કેસરિયા છોડી દીધા હતા. કેશુ રબારી, રમણ વોરા, રાજુ પટેલ સહિતના હોદેદારો સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધી મેસેજ કરી રહ્યા હતા. કાર્યકરો અને હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાઈને મોટી રેલીમાં સામેલ થયા હતા.