VIDEO: સાબરકાંઠામાં કમોસમી વરસાદથી મગફળીના પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતાતુર
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં મોડી રાતથી શરૂ થયેલા ધીમીધારના વરસાદને કારણે આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં લણીને સુકવવા મૂકેલો તૈયાર મગફળીનો પાક પલળી જતાં તેમાં ફૂગ અને ડાભી પડવાની શક્યતા ઊભી થઈ છે. પાકની ગુણવત્તા બગડવાથી બજારમાં યોગ્ય ભાવ નહીં મળવાના ડરે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

