VIDEO: સાબરકાંઠામાં ગરનાળા પાસે અકસ્માત બાદ ડૂબી જવાથી બે યુવકના મોત.
સોર્સ : gstv
સાબરકાંઠામાં હિંમતનગરના કાંકણોલ નજીક નેશનલ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગામડીથી જાદરના મેળામાં જવા નીકળેલા યુવકની બાઇક ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાતાં યુવક ઉછળીને નીચે પાણીમાં ખાબક્યો હતો. તેને બચાવવા માટે અન્ય એક યુવક મદદ અર્થે પહોંચ્યો હતો, પરંતુ તે પણ ગરનાળા નીચે પાણીમાં પડતાં બંને યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

