VIDEO: ઈડર-ભિલોડા હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મોત
સોર્સ : gstv
ઇડર-ભિલોડા નેશનલ હાઈવે પર કાનપુર નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ઇડરથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

