VIDEO: હિંમતનગરમાં રાજ્યકક્ષાની DGP કપ ટુર્નામેન્ટનો પ્રારંભ
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની DGP કપ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિત વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. રેન્જ આઈજીપી વીરેન્દ્ર યાદવના હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ વખતે ટુર્નામેન્ટનું યજમાનપદ સાબરકાંઠા પોલીસને સોંપવામાં આવ્યું છે. રાજ્યની વિવિધ એજન્સીઓ સહિત તમામ જિલ્લાઓની પોલીસ ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાના રમતગમતના કૌશલ્યનું પ્રદર્શન કરશે.

