Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Entry of H1N1 in North Gujarat: Patient in Himmatnagar shifted to civil hospital after testing positive

VIDEO: ઉત્તર ગુજરાતમાં H1N1ની એન્ટ્રી: હિંમતનગરમાં દર્દી પોઝિટિવ આવતાં સિવિલમાં ખસેડાયો

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઉત્તર ગુજરાતનો સ્વાઈન ફ્લૂ (H1N1)નો પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે દિવસ પહેલા દાખલ કરાયેલા મખુસિહ ઝાલા નામના યુવકનો H1N1 રિપોર્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વિસ્તારમાં અને આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. દર્દીમાં સ્વાઈન ફ્લૂના લક્ષણો જણાતાં તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતાં તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઈસોલેશન વોર્ડમાં રિફર કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આ મોસમનો પ્રથમ કેસ સાબરકાંઠામાં નોંધાતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે.

App Store