VIDEO: હિંમતનગરમાં હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
સોર્સ : gstv
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ બોદર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. રેતી ભરેલા ટ્રેક્ટરને ડિટેઇન ન કરવા માટે ફરિયાદી પાસે આરોપીએ બે હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ અંગે ફરિયાદીએ મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. આરટીઓ ગ્રામ્ય પોલીસ ચોકી પાસે એક હજાર રૂપિયા સ્વીકારતા એસીબીએ હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લીધો હતો. સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

