Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Accident between tempo traveller and trailer on National Highway-48 in Himmatnagar, Sabarkantha

VIDEO: સાબરકાંઠાના હિંમતનગરમાં નેશનલ હાઇવે-48 પર ટેમ્પો ટ્રાવેલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના હિંમતનગરમાં નેશનલ હાઇવે-48 પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. હિંમતનગરના મોતીપુરા નજીક આવેલા સ્ટારસિટી બ્રિજ પાસે ટેમ્પો ટ્રાવેલર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બેકાબૂ બનેલી ટેમ્પો ટ્રાવેલર ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘાયલ ચારેય લોકોને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

App Store