Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : A wonderful confluence of nature and faith near Wadali in Sabarkantha is the holy Morzer Mahadev Dungar.

VIDEO: સાબરકાંઠાના વડાલી પાસે આવેલો પ્રકૃતિ અને આસ્થાનો અદ્ભુત સંગમ એટલે પવિત્ર મોરઝેર મહાદેવ ડુંગર

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રાવણ માસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી નજીક આવેલો મોરઝેર ડુંગર શિવભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. અરવલ્લીની લીલીછમ ગિરિમાળાઓ વચ્ચે સ્થિત આ શિવાલયમાં સાડા તેર ફૂટ ઊંચી નાગદેવતાની પ્રતિમા સાથે આઠ ફૂટ ઊંચું ભવ્ય શિવલિંગ બિરાજમાન છે. અહીં શિવલિંગ પર કુદરતી રીતે અવિરત વહેતી જળધારા ઉનાળામાં પણ ચાલુ રહે છે, જે સૌનું આશ્ચર્ય પમાડે છે.આ પ્રાચીન ડુંગર પર ભીમના પગલાં, રહસ્યમય ગુફાઓ અને અનેક રોચક લોકવાયકાઓ જોડાયેલી છે. ગઢહોર બાવજીના નામે ઓળખાતા આ સ્થળે ભમરાના મધ અને સોનાની મહોરોની લોકકથાઓ પણ પ્રખ્યાત છે. ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઊઠતું આ ધામ શ્રદ્ધા, પ્રકૃતિ અને રોમાંચનો અનોખો ત્રિવેણી સંગમ પૂરું પાડે છે, જ્યાં ભક્તો ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News