VIDEO: સાબરકાંઠાના ગીચ જંગલોમાં બિરાજમાન ભગવાન શિવનું અત્યંત દુર્લભ અને દિવ્ય ચૌમુખી સ્વરૂપ
સોર્સ : gstv
સાબરકાંઠાના હાથરોલ ગામ નજીક ગીચ જંગલો અને કુદરતી સૌંદર્ય વચ્ચે ચૌમુખી મહાદેવનું પવિત્ર ધામ આવેલું છે. ઉજ્જૈનના ચૌમુખી મહાકાલ બાદ ભગવાન શિવનું આવું દુર્લભ સ્વરૂપ ગુજરાતમાં અહીં બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવકાળ જેટલું પ્રાચીન છે અને અહીં આવેલા પવિત્ર કુંડ સાથે શ્રીકૃષ્ણની કથા પણ જોડાયેલી છે. મંદિર પરિસરમાં પ્રાચીન શિલ્પો, વાવ, કુંડ અને રહસ્યમય ગુફા પણ જોવા મળે છે. શ્રાવણ માસ અને મહાશિવરાત્રિ દરમિયાન અહીં વિશેષ પૂજા અને મેળાનું આયોજન થાય છે. માન્યતા છે કે ચૌમુખી મહાદેવના દર્શન અને આરાધનાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને નિસંતાન દંપતીઓ અહીં શ્રદ્ધાપૂર્વક માનતા માને છે.

