Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Health centers built at the cost of lakhs in Sabarkantha's Wadali are closed due to lack of doctors, people are upset

VIDEO: સાબરકાંઠાના વડાલીમાં લાખોના ખર્ચે બનેલા આરોગ્ય કેન્દ્રો ડૉક્ટરોના અભાવે બંધ, લોકો પરેશાન

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં લાખો રૂપિયાના ખર્ચે સરકારી તિજોરીમાંથી બનેલા આલીશાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. થેરાસણા, ડોભાડા અને રહેડા ગામમાં અધતન PHC સેન્ટરો તો ઊભા કરી દેવાયા, પરંતુ અહીં કાયમી ડૉક્ટરો જ ગાયબ છે, જેના કારણે ગરીબ દર્દીઓ ભગવાન ભરોસે જીવવા મજબૂર બન્યા છે. અઠવાડિયામાં માંડ એકાદ-બે દિવસ જ કોઈ ડૉક્ટર અહીં ડોકિયું કરે છે, જેને લીધે સામાન્ય તાવ કે કટોકટીની સ્થિતિમાં પણ સ્થાનિક ગ્રામજનોએ મોંઘું ભાડું ખર્ચીને વડાલી કે ઈડર શહેર સુધી દોડવું પડે છે. સરકારી બાબુઓની આ ઘોર બેદરકારી અને ઉદાસીનતા સામે સ્થાનિક રહીશો અને પૂર્વ સરપંચમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.  

App Store