VIDEO: સાબરકાંઠા સરપંચ એસોસિએશને ટેન્ડરિંગ અને ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો
સોર્સ : gstv
સાબરકાંઠા સરપંચ એસોસિએશને વિવિધ પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ૧૬મા નાણાં પંચ હેઠળ છ લાખ રૂપિયાથી વધુના કામો માટે ટેન્ડરિંગ ફરજિયાત કરાતા અને જીએમ પોર્ટલ પર મોંઘા ભાવે ખરીદી કરવાની ફરજ પડતા સ્થાનિક સ્વાયત્તતા છીનવાઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે. હિંમતનગર ખાતે મળેલી બેઠકમાં આ મુદ્દે ઉગ્ર વિરોધ વ્યક્ત કરાયો હતો. આ સાથે બટાકા પકવતા ખેડૂતો પાસેથી ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવતી ૧૬૦૦ ગ્રામની અન્યાયી કપાત સામે ચાલી રહેલા આંદોલનને પણ સરપંચોએ પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. જો તાત્કાલિક ધોરણે આ વ્યાજબી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તાલુકા કક્ષાથી લઈને ગાંધીનગર સુધી સમગ્ર રાજ્યના સરપંચો એકત્રિત થઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

