VIDEO: સાબરકાંઠા પોલીસની મોટી કાર્યવાહી: ૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડ કૌભાંડમાં ૯ આરોપીઓની અટકાયત
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લા પોલીસે વધતા સાયબર ક્રાઇમ સામે લાલ આંખ કરી 14 લાખથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ કરી 9 આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં ચાર મ્યુલ એકાઉન્ટ્સમાંથી 14 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હોવાનું ખૂલ્યું છે. ડબ્બા ટ્રેડિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સામાન્ય નાગરિકોને થોડા પૈસાની લાલચ આપી બેંક ખાતાં ભાડે લેવાતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે, આવી લાલચમાં આવીને પોતાના ખાતાં ભાડે આપનાર સામે પણ હવે ફોજદારી કાયદા હેઠળ સખત પગલાં લેવામાં આવશે.

