VIDEO: સાબરકાંઠા: ઈડરના રાણી તળાવમાં નાહવા પડેલો યુવક ડૂબ્યો, ત્રણનો આબાદ બચાવ
સોર્સ : gstv
સાબરકાંઠાના ઈડર ખાતે આવેલા ઐતિહાસિક રાણી તળાવમાં નહાવા પડેલા ચારમાંથી એક યુવાનનું મોત થયુ છે...નહાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન અચાનક તળાવના ઊંડા ખાડામાં એક યુવાન ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ફાયર ટીમ દ્વારા તળાવના ઊંડા પાણીમાં ડૂબેલા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય ત્રણ યુવાનોનો સદનસીબે આબાદ બચાવ થયો છે. ડૂબેલો યુવક ઈડરનો જ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.

