VIDEO: સાબરકાંઠા: ઈડરમાં આવાસ યોજનાની લાંચ લેતા મસ્ટર કારકુન ઝડપાયા
સોર્સ : gstv
સાબરકાંઠાના ઈડર તાલુકાના ઔડા ગામના મસ્ટર કારકુનને એસીબીએ રંગે હાથ ઝડપ્યો છે. મનરેગા વિભાગમાં ફરજ બજાવતા રમેશચંદ્ર મણીલાલ પંડ્યાએ આવાસ યોજના હેઠળ લાંચ માગી હતી. ત્રીસ હજાર રૂપિયાના પ્રથમ હપ્તા સામે આરોપીએ પંદર હજાર રૂપિયા માગ્યા હતા. રમેશચંદ્ર પંડ્યા પંદર હજાર રૂપિયા સ્વીકારતા એસીબીના સંકજામાં આવી ગયા. એક વર્ષમાં બીજીવાર તાલુકા પંચાયતમાં એસીબીની ટ્રેપ થતાં ભ્રષ્ટ કર્મચારીઓમાં મોટો ફફડાટ વ્યાપી ગયો છે.

