VIDEO: સાબરકાંઠાના માર્ગો 'જય અંબે'ના નાદથી ગુંજ્યા: 50 વર્ષ જૂના રથ સાથે પદયાત્રીઓ અંબાજી જવા રવાના
સોર્સ : gstv
ભાદરવી પૂનમના મહામેળાને લઈને સાબરકાંઠાના માર્ગો 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યા છે. આસો નવરાત્રીના આમંત્રણને લઈને ગુજરાત સહિત આંતરરાજ્યમાંથી લાખો પદયાત્રીઓ જગતજનની મા અંબાના દર્શનાર્થે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને ખેરોજ સહિતના માર્ગો પર માઈભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. લૂણાવાડા અને મહીસાગરથી અંબિકા નવયુવક પદયાત્રા સંઘના માઈ ભક્તો છેલ્લા 50 વર્ષથી રથ સાથે 250 કિલોમીટર કાપીને અંબાજી પહોંચે છે. ડીજે, રોશની તેમજ સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ આકર્ષક રથ સમગ્ર યાત્રાધામ માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે.

