VIDEO: સાબરકાંઠાના ઇડરમાં તંત્રની ડિમોલેશન ઝુંબેશ વચ્ચે 40 વર્ષથી રહેતા શ્રમિક પરિવારો બેઘર બન્યા
સોર્સ : gstv
સાબરકાંઠાના ઇડરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્રીજી નોટિસ આપ્યા વિના જ હાથ ધરાયેલી આ કાર્યવાહીને કારણે છેલ્લા 40 વર્ષથી વસવાટ કરતા ગરીબ શ્રમિક પરિવારો ઘરવિહોણા બનતા રોષ વ્યાપી ગયો છે. પૂરતો સમય ન આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે ડિમોલેશન દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં બે યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તંત્રની બેદરકારીથી ઘવાયેલા આ યુવાનોને તાત્કાલિક સ્થાનિક સિવિલ બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઘાયલ યુવાનોના પરિવારજનોના હૃદયદ્રાવક રુદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે.

