Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Two youths drown in Sabarmati river near Kheroj in Sabarkantha

VIDEO: સાબરકાંઠાના ખેરોજ પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબવાથી મોત

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના ખેરોજ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં નાહવા પડેલા બે યુવાનોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે, ત્યારે ઉબોરા ગામના દિનેશ અને રાહુલ નામના બે યુવાનો નદીના પાણીમાં નાહવા માટે ગયા હતા. જોકે, પાણીના ઊંડાણ અને પ્રવાહને ન સમજી શકતા બંને યુવાનો નદીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બાદમાં બંને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

App Store