VIDEO: સાબરકાંઠાના ઈડરની હસનપુરા શાળામાં મધ્યાહન ભોજન ખાધા બાદ 36 બાળકોની તબિયત લથડી
સોર્સ : gstv
સાબરકાંઠાના ઈડરની હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ એકસાથે 36 જેટલા બાળકોની તબિયત લથડી હતી. ઘટનાની જાણ થતાં બાળકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન બાળકોને પીરસવામાં આવેલા ભોજનમાંથી ગરોળીના અવશેષો મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને મધ્યાહન ભોજનના સ્ટાફ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જવાબદાર રસોઈયાને છૂટો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સારવાર બાદ તમામ બાળકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલ તમામ બાળકોની તબિયત સ્થિર અને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવાયું છે.

