VIDEO: સાબરકાંઠાના જામળા ગામ પાસેથી પસાર થતી સ્કોર્પિયો કારમાં અચાનક ભીષણ આગ લાગી
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જામળા ગામમાંથી પસાર થઈ રહેલી એક સ્કોર્પિયો કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલતી કારમાં આગ લાગવાની આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

