Sabarkantha News: નવનિર્મિત બ્રિજ આવ્યો વિવાદમાં, કોન્ટ્રાક્ટર સામે ગ્રામજનનો મોટો આક્ષેપ
સોર્સ : GSTV
હિંમતનગર તાલુકાના કુંપ ગામથી જાંબુડી ગામને જોડતો બની રહેલો નવનિર્મિત બ્રિજ વિવાદમાં આવ્યો છે. કુંપ ગામના લોકોએ આક્ષેપ કર્યો છે કે, બ્રિજમાં હલકા મટિરીયલનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને લઇને બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. ઉપરાંત બ્રિજના આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા પથ્થરોનો ઉપયોગ ન કરી શકાય પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે અધિકારીઓના આશીર્વાદ નીચે આરસીસી સ્ટ્રક્ચરમાં મોટા પથ્થરોનો પણ ઉપયોગ કર્યો છે.
બ્રિજમાં ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ છે. આ ઉપરાંત બ્રિજની બંને તરફ નાંખવાની માટી પણ કોઈપણ જાતની મંજૂરી વગર ઉઠાવીને સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો કોન્ટ્રાક્ટર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, તેવો આ તબક્કે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે.

