VIDEO: સાબરકાંઠા ભાજપે પેપર લીક કાંડના આરોપી હાર્દિક શર્માને પદ પરથી હટાવ્યો, વિવાદ વકરતા લેવાયો નિર્ણય
સોર્સ : GSTV
સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના પ્રાંતિજમાં વિવાદ બાદ ભાજપે પેપર લીક કાંડના આરોપી હાર્દિક શર્માને પદ પરથી હટાવી દીધો છે. હાર્દિક શર્માને પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
કોંગ્રેસે ભાજપ પર કર્યા હતા પ્રહાર
પ્રાંતિજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ તરીકે નિમણૂંક અપાતા રાજકીય ગરમાવો સર્જાયો હતો.કોંગ્રેસ પ્રમુખ રામ સોલંકી અને યુવા નેતા યુવરાજસિંહે આ નિમણૂક સામે સવાલ ઉઠાવી ભાજપને ભીંસમાં લીધું હતું. પેપર લીક કાંડના આરોપીને હોદ્દો મળતા ઉઠેલા ભારે વિરોધને પગલે આખરે પ્રાંતિજ તાલુકા ભાજપ પ્રમુખે હાર્દિક શર્માની નિમણૂક તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.

