VIDEO: સાબરકાંઠા: EVM મુદ્દે કોંગ્રેસનો આક્રમક વિરોધ, ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સામે આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ઇડર ખાતે રેલી યોજીને ચૂંટણી કમિશનર જ્ઞાનેન્દ્ર કુમારના વિરોધમાં સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું….કોંગ્રેસે EVM મશીનોમાં ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો કરી આગામી ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા જ યોજવાની માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.

