VIDEO: વરસાદના અભાવે સુકારો, ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સીઝનનો માત્ર ૪૯ ટક જ વરસાદ નોંધાતાં સમગ્ર પંથકમાં ભારે અછતની સ્થિતિ સર્જાઈ છે. પૂરતા વરસાદના અભાવે ખેતરોમાં લહેરાતા મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો હવે સુકાવા માંડ્યા છે, જેના કારણે મોટાભાગની ખેતીને વ્યાપક નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગઈ સાલે અતિવૃષ્ટિ અને વધારે વરસાદના કારણે પાક ધોવાઈ જવાથી ખેડૂતોને મોટું નુકશાન વેઠવું પડ્યું હતું, આ વખતે નહિવત વરસાદે ધરતીપુત્રોની ચિંતામાં બમણો વધારો કર્યો છે. બિયારણ, મોંઘા ખાતર અને ખેડકામ પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડવાની અણી પર હોવાથી જિલ્લાનો ખેડૂત વર્ગ ભારે આર્થિક મુશ્કેલી અને ચિંતામાં મુકાઈ ગયો છે, ત્યારે કુદરતનો રોષ ખેડૂતોની આશા પર પાણી ફેરવી રહ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.

