Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Delhi: Severe flooding due to heavy rains in Sangam Vihar

VIDEO: દિલ્હી: સંગમ વિહારમાં ભારે વરસાદના કારણે ગંભીર જળબંબાકાર

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજધાની દિલ્હીમાં પડેલા મુસળધાર વરસાદને કારણે દક્ષિણ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણી રસ્તાઓ પર તળાવની જેમ ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો સહિત ગલીઓમાં પાણી ફરી વળવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની નોબત આવી છે, જેનાથી દૈનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નાળાઓની સમયસર સફાઈ ન થવાના કારણે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ લગાવીને સ્થાનિક લોકોએ પ્રશાસન સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. સ્થિતિને પહોંચી વળવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા પમ્પિંગ મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પ્રશાસન સતત કામગીરી કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News