VIDEO: સાબરકાંઠા હનીટ્રેપ મામલામાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી
સોર્સ : gstv
સાબરકાંઠાના દેરોલ હાઈવે પર થયેલી લૂંટ અને મનુષ્ય વધનો ભેદ ઉકેલતાં પોલીસે મોટા હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બે યુવતીઓ સહિત ૧૦ આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી, ખાસ કરીને અંકિતા પટેલ નામથી મોટી ઉંમરના પુરુષોને પ્રેમજાળમાં ફસાવી એકાંત સ્થળે બોલાવી લૂંટ કરતી હતી. જગદીશ પ્રજાપતિને આ જ રેકેટમાં ફસાવી મારપીટ કરતાં તેમનું મોત નીપજ્યું હતું. સીસીટીવી અને ટેક્નિકલ તપાસના આધારે હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે રાજસ્થાન ભાગી રહેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે બે કાર, ૧૪ મોબાઈલ અને 18 લાખ 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે..

