Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : One and a half inches of rain with wind and thunder in Wadli, pedestrians heading towards Ambaji amidst rain

VIDEO: વડાલીમાં પવન અને ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ, વરસાદ વચ્ચે પદયાત્રીઓ અંબાજી તરફ રવાના

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠાના વડાલીમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ ભાદરવા મહિનામાં ગાજવીજ અને ભારે પવન સાથે માત્ર બે કલાકમાં જ દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે રોડ-રસ્તાઓ અને રેલ્વે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદી વાતાવરણ વચ્ચે પણ અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહેલા અસંખ્ય માઈભક્તો અને પદયાત્રીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાલુ વરસાદે પણ પદયાત્રીઓ ગભરાયા વગર 'બોલ મારી અંબે, જય જય અંબે' ના ભક્તિમય નારા સાથે સતત આગળ વધી રહ્યા છે. આ વરસાદથી એક તરફ યાત્રાળુઓનો ઉત્સાહ બેવડાયો છે તો બીજી તરફ લાંબા સમયથી વરસાદની વાટ જોતા સ્થાનિક ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે.

App Store