VIDEO: દારૂના નશામાં કાર હંકારનાર સામે ગુનો
સોર્સ : gstv
સાબરકાંઠામાં દારૂના નશામાં બેફામ કાર હંકારનાર ભરત પટેલ સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 304 અને 105 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ગતરોજ ભરત પટેલે નશાની હાલતમાં સ્કોર્પિયો કાર બેફામ હંકારી અંબાજી તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. બનાવ બાદ ભરત પટેલનો મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આરોપી ભરત પટેલને ઝડપી જેલ હવાલે કર્યો છે.

