Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : New Neer in Bhimakshi river in Sabarkantha

VIDEO: સાબરકાંઠામાં ભીમાક્ષી નદીમાં નવા નીર

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં અને રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડબ્રહ્મા તરફ આવતી ભીમાક્ષી નદીમાં નવા નીર આવ્યા છે. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નદીમાં પાણીની આવક થતાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા અને ગલોડીયા પાસે સ્થાનિક લોકો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. નદીમાં પાણી આવવાથી આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. નવા પાણીની આવકથી વિસ્તારના કૂવા અને બોરવેલના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હલ થવાની આશા બંધાઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News