VIDEO: સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો આતંક: હિંમતનગરના ધારાસભ્ય સિવિલ દોડી ગયા
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો અને છેલ્લા ૧૧ દિવસમાં ત્રણ નિર્દોષ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ભારે હડકંપ મચી ગયો છે, ત્યારે આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હિંમતનગરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા એક્શન મોડમાં આવ્યા છે. ધારાસભ્ય ઝાલાએ આજે તાબડતોડ હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સિવિલના પીડીયાટ્રીક વિભાગમાં ચાંદીપુરા વાયરસ સામે જંગ લડી રહેલા માસૂમ બાળકોના ખબર-અંતર પૂછ્યા હતા. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સહિત તબીબોની ટીમ હાજર રહી હતી. ધારાસભ્યે હોસ્પિટલમાં હાજર ચિંતાતુર વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને તમામ સરકારી મદદ અને શ્રેષ્ઠ સારવારની ખાતરી આપી ઢાઢસ બંધાવ્યું હતું.

