Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : VIDEO: Land scam exposed in Sabarkantha: Dead person shown alive and documents filed in Talod Sub-Registrar's office

VIDEO:સાબરકાંઠામાં જમીન કૌભાંડનો પર્દાફાશ: મૃત વ્યક્તિને જીવંત દર્શાવી તલોદ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરી દેવાયા

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાબરકાંઠાના તલોદમાં જમીન દસ્તાવેજને લઈને ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. ઉજેડીયા ગામની ખેતીની જમીનના દસ્તાવેજમાં મૃત વ્યક્તિના નામે વેચાણ દર્શાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાતબાર અને આઠ-અના ઉતારા મુજબ જમીન માલિકની ઉંમર 100 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું છે, જ્યારે દસ્તાવેજમાં દર્શાવાયેલી વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. જમીન વેચાણ માટે ખોટી વ્યક્તિ ઉભી કરાઈ હોવાનો પણ આક્ષેપ છે. દસ્તાવેજમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા જરૂરી પુરાવાઓ ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સમગ્ર મામલે મામલતદારને અરજી કરવામાં આવી છે અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી છે.

App Store
ટોપિક્સ:Land scamSabarkanthagstvscam