VIDEO: સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી: હિંમતનગર સિવિલમાં રાજસ્થાનના ૬ વર્ષના બાળકનું મોત
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસથી રાજસ્થાનના 6 વર્ષના બાળકનું મોત થયુ છે...જેને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ચાર દિવસ પહેલાં સારવાર માટે દાખલ કરાયેલા બાળકનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘટનાના પગલે પ્રભાવિત વિસ્તારમાં સઘન સર્વેલન્સ અને આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય બે દર્દીઓના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અને તાવ સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.

