VIDEO: સાબરકાંઠામાં રોકાણકારો પોન્ઝી સ્કીમની ઠગાઈનો ભોગ બન્યા
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગરમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો સાથે 1 કરોડથી વધુની ઠગાઈના આક્ષેપો થયા છે. કેશર વર્લ્ડ વાઈડ પ્રા. લિ. નામે કંપની બનાવી બિટકોઈન અને USDTમાં રોકાણના બદલામાં માસિક 3થી 10 ટકા વળતરની લાલચ અપાઈ હોવાનો આક્ષેપ છે. 3 લાખથી 1 કરોડ સુધીના રોકાણને 100 ટકા સુરક્ષિત ગણાવાયું હતું. ઓફિસ બંધ કરી સંચાલકો ફરાર થયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરાઈ છે. ત્રણ મહિનાથી કાર્યવાહીમાં વિલંબના પણ આક્ષેપ છે.

