VIDEO: સાબરકાંઠામાં ચાંદીપુરાનો કહેર યથાવત, વધુ એક બાળકનું શંકાસ્પદ મોત
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળ્યો. ભિલોડાના ધનસોર ગામના એક બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યું છે. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં એક બાળક હજુ પણ વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં વધુ બે શંકાસ્પદ કેસ દાખલ કરવામાં આવ્યા છે.આ અગાઉ આઈસીએમઆર પુડુચેરીની વિશેષ ટીમે જિલ્લાની મુલાકાત લીધી હતી અને પશુઓના સેમ્પલ લીધા હતા, પરંતુ હજુ સુધી સત્તાવાર રિપોર્ટ અધ્ધરતાલ છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

