Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Horrific accident on Himmatnagar-Idar highway: One dead, six injured

VIDEO: હિંમતનગર-ઇડર હાઇવે પર ભયાનક અકસ્માત: એકનું મોત, છ ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ઈડર હાઈવે પર દોલગઢ ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મોપેડ ચાલકને બચાવવાનો પ્રયાસ કરતી સરકારી એસટી બસ અચાનક બેકાબુ બની ગઈ હતી. બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા સામેથી આવતી કારને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય છ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News