Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : Gamkhwar accident in Banaskantha: Heavy collision between ambulance and car on Bhabhar-Deodar highway, both drivers die on the spot

VIDEO: બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ભાભર-દિયોદર હાઇવે પર એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે જોરદાર ટક્કર, બંને ચાલકોના ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બનાસકાંઠા જિલ્લાના ભાભરના ખારા ગામ નજીક ગત રાત્રે એક અત્યંત ગમખ્વાર અને ભયાનક અકસ્માત સર્જાયો છે. ભાભર-દિયોદર હાઇવે પર એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બે વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

App Store

એમ્બ્યુલન્સ બાવળની ઝાડીઓમાં ઘૂસી ગઈ

આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ટક્કર વાગ્યા બાદ એમ્બ્યુલન્સ ગાડી રોડની નીચે ઉતરીને સીધી બાવળની કાંટાળી ઝાડીઓમાં ઘૂસી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી.

દર્દીને મૂકીને પરત ફરતી વખતે નડ્યો કાળ

મળતી માહિતી મુજબ, જૂનાગઢની આ એમ્બ્યુલન્સના ચાલક ટડાવ ગામે એક દર્દીને મૂકવા માટે આવ્યા હતા. દર્દીને સુરક્ષિત રીતે મૂક્યા બાદ જ્યારે તેઓ એમ્બ્યુલન્સ લઈને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જ ભાભરના ખારા નજીક તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતદેહોને હોસ્પિટલ ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની વિગત

આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને વ્યક્તિઓ ગાડીના ચાલકો હતા, જેમના નામ નીચે મુજબ છે:
પ્રકાશજી જોરાજી ઠાકોર (ઉંમર 25વર્ષ), રહેવાસી: વડા, તાલુકો: ઓગડ ( કાર ચાલક)
સુરાહવાદી અજીત શાહ મોમદ શાહ (ઉંમર 59 વર્ષ), રહેવાસી: જૂનાગઢ (એમ્બ્યુલન્સ ચાલક)