VIDEO: સાબરકાંઠામાં ભર ઉનાળે ભારે પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
સોર્સ : GSTV
સાબરકાંઠામાં ભર ઉનાળે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર, ગાંભોઈ, ઇડર અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું. ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસેલા માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા ઘઉં, ચણા, અને શાકભાજીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માર્કેટ યાર્ડમાં પણ ઘઉં અને ચણાની વિપુલ આવક થઈ છે અને માવઠુ થવાથી ખુલ્લામાં રહેલો અનાજનો જથ્થો પલળી જવાની ચિંતા વેપારીઓમાં જોવા મળી છે.

