Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Farmers angry as tobacco auctions stop

VIDEO: Sabarkantha / હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ભારે હોબાળો; તમાકુની હરાજી બંધ થતા ખેડૂતો રોષે ભરાયા

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાબરકાંઠાના હિંમતનગર સ્થિત સહકારી જીન કોટન માર્કેટમાં આજે વહેલી સવારથી જ ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તમાકુ વેચવા આવેલા ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી કતારો વચ્ચે વેપારીઓએ અચાનક હરાજી બંધ રાખતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

App Store

મળતી માહિતી મુજબ, ખેડૂતો વહેલી સવારથી જ તમાકુ ભરેલા ટ્રેક્ટરો લઈને માર્કેટમાં આવી પહોંચ્યા હતા. જોકે, વેપારીઓએ હરાજીની પ્રક્રિયા શરૂ ન કરતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. હરાજી બંધ રાખવા અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, ગઈકાલે આવેલી તમાકુનો હજુ સુધી સંપૂર્ણ નિકાલ થયો નથી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા માર્કેટયાર્ડના મેનેજરે વચ્ચે આવીને ખેડૂતોને શાંત પાડવાના પ્રયાસો કર્યા હતા. મેનેજરે ખેડૂતોને ખાતરી આપી હતી કે આજે આવેલા તમામ ખેડૂતોની તમાકુની ખરીદી આવતીકાલે કરી લેવામાં આવશે.